Saturday 11 December 2021

એક શે'ર...

 તું કહે છે હું સદા ગુમસૂમ છું, સાંભળ જરા -

સત્ય એ છે, મૌનનાં ગીતોને ગાતો જાઉં છું.

પીયૂષ ચાવડા

Thursday 21 June 2012

એક ગઝલ

                       
એક વર્તુળ સ્ટ્રેસનું ફર્યા કરે છેકોઈ તો આઘાત માથી બાર કાઢો
સ્વાસ ભીના ડૂસકાં ભર્યા કરે છે કોઈ  તો આઘાત માથી બાર કાઢો

દર્દ વતા ટ્રેસ વતા આંખમાનો ભેજ વતા લાશ વતા આપણે સૌ
આ શહેરી જીવ તો ફર્યા કરે છે  કોઈતો આઘાત માથી બાર કાઢો

એક ઘટનાએટલી ખૂપી ગઈ છે ભીતરે કે વાત ના પૂછો તમે કઈ
 ફાંસના  ઘેટાં બધે  ચર્યા  કરે છે કોઈ તો આઘાત માથી બાર કાઢો

રોજ ઉઠી સાવ એ ડિપ્રેસ થઈને આમ તેમ ભટક્યા કરી ફરતો રહીને
આંસુના પ્રસાદ ને ધાર્યા કરે છે  કોઈતો આઘાત માથી બાર કાઢો

                                                      પીયૂષ ચાવડા

એક મીરા ગીત



કાનાની વાસળી વાગતી રહી ને હું  તો રાતોની રાતો સૈ જાગી
હું તો મંજીરે મંજીરે વાગી.....

મોરનાંપીછાને બધે જોયા કરું ને એના રંગોને આંખો થી પીઉં
કેના કંદોરા ના ભણકારા વાગે ખુદ મારાથી ભડકીને બીઉં
રૂવાડે રૂવાડે  સૂરો રેલાણા મને કાનાની લગની રે લાગી
હું તો મંજીરે મંજીરે વાગી....

ઝણઝણ થઈ વાગી છું  આવી ને કોઈ મારા ભીતરથી છેડે છે ગીતો
એકલી અટુલી હવે રોયાં કરું છું મને કોરે છે મેવાડી ભીંતો
ઘેલા છે લોકો હું ગિરિધર ને ચાહું ને લોકો ને લાગુ વૈરાગી
 હું તો મંજીરે મંજીરે વાગી....
                                   પીયૂષ ચાવડા







Monday 4 June 2012

એક સ્થાન ત્રણ અનુભૂતિ



પ્લેટફોર્મ પર બેઠા બેઠા જોવ છું
દૂ...................ર સુધી
લંબાતા પાટાઓને અને
લાગે છે જાણે
આનો પણ કોઈ જ અંત નથી
મારી પીડાઓની જેમ...................

(લીલીયા રેલ્વે સ્ટેશન, સાંજના ૭;૧૦ ૩૧ મે)

...................................................................................................................................

રેલ્વે સ્ટેશન ના પ્લેટ ફોર્મ પરથી
પાટા પર પડેલું જોયું
મો.........ટું
એંજિન..............
મને થયું
આખો દિવસ કામ ના ભારણથી હું
સાંજ સુધીમાં સ્ટ્રેસ અનુભવી
હાંફી જાવ છું
એમ આ પાટાઓ હાફી નહીં જતાં હોય?
પછી મને જ સમજાયું
આ પાટાઓ તો નિર્જીવ છે
સ્ટ્રેસ અનુભવી થાકી જવા માટે જોઈએ
મારા જેવી જીવંતતા
ખરું ને?????

(લીલીયા રેલ્વે સ્ટેશન, સાંજના ૭;૧૭. ૩૧ મે)

.........................................................................................................................

સાંજે રેલ્વે સ્ટેશન ના પ્લેટ ફોર્મ પરથી
એકલા બેઠા બેઠા
સામેની બાજુ પર
પોતાના નાના ભૂલકાઓ સાથે
ખિલખિલાટ હસતાં
માંચડો બાંધીને
વસતા મજૂરો ને
જોઈને મનમાં
એક સવાલ થાય છે,
આ લોકોને ખબર હશે કે
સાયક્રિયાસ્ટ્રીક,
સયકોલોજિસ્ટ અને
લાફિંગ ક્લબ
શું હશે?????

(લીલીયા રેલ્વે સ્ટેશન, સાંજના ૭;૪૨. ૩૧ મે)

પીયૂષ ચાવડા

એક અછાંદસ


હોસ્પિટલ ની પથારી પરથી એક અછાંદસ લખાયું

હોસ્પિટલ ના બિછાનાં પરથી
સૂતા સૂતા મને
મને ચડાવેલા ટપક ટપક ખાલી થતાં બાટલામાં
જોવ છું ધીમે ધીમે ખાલી થતી જિંદગી
ના વરસો ને...............

પીયૂષ ચાવડા.

Wednesday 16 May 2012

ગોપી ગીત


 ગોપી ગીત   

સાત આઠ સીમકાર્ડ લાવીને રાખ્યા છે શ્યામ તારે ક્યાંનું કવરેજ
બસ કેવાનુંખાલી છે એજ

ગોકુળ માં કાન તમે આવીને જુઓ આ સ્વાસોમાં ધબકે છે ટ્રેસ
સપનાનું નીતરવું ભીતર થી ભીંન્જાવું  કેમ મારે રહેવું થઈ ફ્રેશ
આંખોમાં દરિયો છે દરિયામાં સપના છે સપનામાં સેજ એવો ભેજ
 બસ કેવાનું ખાલી છે એજ


એક પણ મેસેજ નો રિપલાય ના આવે મારે એકલીએ એસએમએસ કરવા
સેલ બધા મથુરાની ઘડિયાળ ના કાઢીને આ બાજુ આવો ને ફરવા
 આંગળી ના વેઢ જેવી મોબાઇલ સ્ક્રીન મારે ભરવા છે પેજો ના પેજ
બસ કેવાનું ખાલી છે એજ

ઈ મેઈલ આઈ ડી ખીલીને બેઠી છું ક્યારેક તો ચેટિંગ માં આવો
ચાલો ચેટિંગ માં આવો ના એક વાત માનો સારો એ મેઈલ પણ ના મોકલાવો
 કેવાનું શું વધુ મારૂ તો ઠીક આખા ગોકુળ ની ભીની થઈ સેજ

              પીયૂષ ચાવડા


એક ગઝલ


                એક ગઝલ
લાગણીશીલતા ભર્યો સ્વભાવ લઈને જીવવું અઘરું પડે
 પ્રેમથી આપે દીધેલ ઘાવ લઈને જીવવું અઘરું પડે,
.

આમ તો સમથલ બધી રેખાઓ ચહેરે રાખવામા વ્યસ્ત છું;
ભીતરે ઊંડી ઊતરતી  વાવ લઈને જીવવું અઘરું પડે

આપની  સોગાત વિષે કાઈ પણ કેવું નથી મજધારમાં;
આપની આ  સાવ કાણી નાવ લઈને જીવવું અઘરું પડે

ક્રુષ્ણ સુદામા બન્યા તા મિત્ર એતો વાત વીતીકઈ યુગોની;
આજ એવો મિત્રતાનો ભાવ લઈનેજીવવું અઘરુંપડે.


 કેટલા અનુભવ નો હું નિચોડ કહું તો કઈ વધે ના વાતમાં
આ જગત માં સ્નેહ નો ઢોળાવ લઈને જીવવું અઘરું પડે

                   પીયૂષ ચાવડા